ઘર આંગળે ના વૃક્ષ પર મેં જોયું એક પંખી
નાનકડું , સુંદર , મજાનું હતું એ રંગબેરંગી
ખુબ જ અદભુત હતી એની આંખ
પણ ન હતી એને એક પાંખ
આખો દિવસ કૂદાકૂદ કરતુ એ ડાળી ઉપર
પરંતુ ઉડી ન શકતું અને પડતું જમીન પર
આંસુ આવી જતા એની નાની નાની આંખ માં
માં એને વહાલ કરતી અને ખવડાવતી ચાંચ માં
હિમ્મત નહિ હારતું એ , પ્રયત્ન કરતુ દરરોજ
એક દિવસ ગગન માં ઉડશે એવી હતી એની સોચ
કોને કહ્યું એક પાંખે ન ઉડાય ?
તીવ્ર ઈચ્છા હોય તો કઈ પણ કરાય
એને સપના માં એક રાત જોયું પોતાને ઉડતું
વિચાર્યું ‘ મારા સ્વપન ને હું ચોક્કસ કરીશ સાચું’
કોશિશ કરતા કરતા આવ્યો એ દિવસ
ઉડ્યું એ આકાશ માં, જાણે ઉડે પતંગ
હાર નહિ માનવાનું મળ્યું એને ફળ
ખુશી મળી ઉડવાની એને જીવન ભર.
– અનાયા શેઠ

Leave a comment